પોષણક્ષમ ભાવો નહીં મળતાં ખેડૂતોની આવક બે દશકામાં ઘટીને અડધી થઈ ગઈ : 10-06-2018

  • પોષણક્ષમ ભાવો નહીં મળતાં ખેડૂતોની આવક બે દશકામાં ઘટીને અડધી થઈ ગઈ, ૧૫ હજારનો આપઘાત..!
  • આપઘાત કરનારનાં પરિવારને વળતર નહીં, દેવામાં માફી નહીં, ટેકાનાં ભાવોમાં ભ્રષ્ટાચાર… આ છે ભાજપ સરકારઃ ડૉ. હિમાંશુ પટેલ
  • કોંગ્રેસે ખેડૂતો માટે શું કર્યુંની વાતો કરનાર વિજય રૂપાણીને જાહેર ચર્ચા કરવા ડૉ. હિમાંશુ પટેલનો ખૂલ્લો પડકાર

સમગ્ર દેશમાં ૨૦૨૨નાં વર્ષમાં ખેડૂતોની આવક ડબલ કરવાનો ભ્રામક પ્રચાર કરતી ભાજપ સરકારનાં ગુજરાતમાં બે દશકાનાં શાસનમાં ખેડૂતોની આવક હતી તેનાં કરતાં પણ અડધી થઈ ગઈ હોવાનું જણાવતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલે આક્રોશ વ્યક્ત કર્યો છે કે, ખાતર, બિયારણ, જંતુનાશક દવા, ખેતમજૂરીનાં ત્રણ ગણાં થયેલાં ભાવો સામે એકપણ ખેતપેદાશોનાં પોષણક્ષમ ભાવો મળતા નહીં હોવાથી ભાજપનાં ક્રુર શાસનમાં ગુજરાતના ૧૫ હજાર ખેડૂતોને આપઘાત કરવો પડ્યો છે. આમ છતાં, ખેડૂતોની શહિદી ઉપર સત્તામાં આવેલી ભાજપ સરકાર દ્વારા આપઘાત કરનાર ખેડૂતોનાં પરિવારોને એક રૂપિયાનું પણ વળતર ચૂકવ્યું નથી.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note