પોલીસ દમન નિંદનિય, દોષિતોને કડક સજા થવી જોઈએઃ ભરતસિંહ સોલંકી

તોફાનો દરમિયાન વસ્ત્રાલ વિસ્તારમાં પોલીસ ગોળીબારનો ભોગ બનેલા પિતા-પુત્રનું બેસણું તેમના વતન દહેગામ તાલુકાનાં કનીપુરમાં હતું. જેમાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ભરતસિંહ સોલંકી સહિત અનેક નેતાઓએ હાજરી આપી હતી. ભરતસિંહે તોફાનોમાં પોલીસ દમનને નિંદનિય ગણાવીને દોષિતોને કડકમાં કડક સજા થાય તેવું જણાવ્યું હતું.
કનીપુર ખાતેની સ્કુલમાં બેસણાંમાં ધારાસભ્ય કામિનીબા રાઠોડ, પૂર્વ સાંસદ જગદીશ ઠાકોર, ડૉ. સી. જે. ચાવડા, અમદાવાદના પૂર્વ મેયર હિંમતસિંહ પટેલ, ગાંધીનગર જિલ્લા ભાજપ પ્રમુખ નૈલેષભાઇ શાહ, મહામંત્રી હિતેન્દ્રભાઇ પટેલ, શહેર કોંગ્રેસ પ્રમુખ ભૂપેન્દ્રસિંહ રાઠોડ,તાલુકા ભાજપ પ્રમુખ ચંદ્રેશભાઇ પટેલ, પૂર્વ ધારાસભ્ય કલ્યાણસિંહ ચૌહાણ તેમજ સરદાર પટેલ ગૃપ (એસ.પી.જી.)ના લાલજી પટેલ, જિલ્લા એસ.પી.જી.ના પ્રમુખ ગૌરાંગ પટેલ, દહેગામ સરદાર પટેલ સેવા દળના કમલ અમીન તેમજ પ્રકાશ પટેલ પણ ઉપસ્થિત રહ્યાં હતા.
 http://www.divyabhaskar.co.in/news/MGUJ-AHM-c-69-1191956-NOR.html