પોલીસ તંત્ર કાયદો હાથમાં લઈને જાતે જ સજા આપવાની માનસિક્તાના લીધે ગુજરાતમાં માનવ અધિકારોનું સતત હનન : 11-05-2019
પોલીસ તંત્ર કાયદો હાથમાં લઈને જાતે જ સજા આપવાની માનસિક્તાના લીધે ગુજરાતમાં માનવ અધિકારોનું સતત હનન થઈ રહ્યું છે. કસ્ટોડીયલ ડેથનો સુરેન્દ્રનગર ખાતે બનેલ ગંભીર બનાવ છતાં તંત્ર આંખ આડા કાન કરે તેવા સંજોગોમાં ભોગ બનેલ બ્રહ્મસમાજના યુવાનના પરિવારને ન્યાય મળે તે માટે મહામહીમ રાજ્યપાલશ્રી, મુખ્યમંત્રીશ્રી, મુખ્ય સચિવશ્રી અને ગૃહ સચિવશ્રીને પત્ર લખી માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રીશ્રી નિશિત વ્યાસે જણાવ્યું હતું કે, ગુજરાતમાં કસ્ટોડીયલ ડેથના બનાવોમાં સતત વધારો થતો જાય છે અને પોલીસ દમનમાં પણ સતત વધારો થતો જાય છે. તે ગંભીર અને ચિંતાનો વિષય છે. પોલીસને જે તે ફરિયાદના આધારે આરોપીને પકડવાની છૂટ છે, પણ સજા કરવાની છૂટ નથી. જે તે ગુન્હાની નોંધાયેલી ફરિયાદ અંગે આરોપીને સજા કરવાની જવાબદારી ન્યાય તંત્રની છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો