પોરબંદર ખાતે કોંગ્રેસ દ્વારા માછીમારભાઈઓના પ્રશ્નોને વાચા આપવા સાગરખેડુ જનસભા યોજાઈ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાતના દરિયા કાંઠે વસતા સાગરખેડૂઓની વ્યથા અને વેદનાને વાચા આપી જનજાગૃત્તિ કેળવવા માટે તા. ૩ થી કચ્છના માંડવીથી દક્ષિણ ગુજરાતના ઉમરગામ સુધીની “કિનારા બચાવો અભિયાન” અંતર્ગત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રી અર્જુનભાઈ મોઢવાડીયાની આગેવાનીમાં સમુદ્રમાર્ગે બોટયાત્રા આરંભવામાં આવી છે. જે શુક્રવારના રોજ પોરબંદર ખાતે પહોંચી હતી જેનું પોરબંદરના ખારવા સમાજ દ્વારા મદ્યદરિયે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને સુભાષનગર ખાતે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેલા સાગર ખેડૂ માછીમાર ભાઈ-બહેનોની ઉપસ્થિતિમાં સાગર ખેડૂ જનસભા યોજાઈ હતા.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો