પોતાના ઉપર થયેલ અત્યાચાર અંગેની એફ.આઈ.આર. તે અંગેની પૂછપરછ અને છે : 06-03-2017

પોતાના ઉપર થયેલ અત્યાચાર અંગેની એફ.આઈ.આર. તે અંગેની પૂછપરછ અને કોર્ટના ઉપરાંત પોતે ફરિયાદી નહીં આરોપી હોય તેવું પોલીસનું વર્તન, આવી પ્રરિસ્થિતિમાંથી પસાર થઈ રહેલી મહિલાની મનોસ્થિતિ વર્ણનથી સમજાવી શકાય તેમ નથી. તેમાં પણ સામૂહિક બળાત્કાર જેવી ક્રુર ઘટનાનો શિકાર બનેલી મહિલાની આપવીતી દર્દનાક છે. રાજ્ય અને કેન્દ્ર સરકાર જેવી અત્યંત શક્તિશાળી સંસ્થાઓ સામે એકલા હાથે બાથ ભીડવતી મહિલા એટલે નલિયાકાંડનો ભોગ બનેલી યુવતી. ભાજપના આવા નેતાઓ સામે પડેલી ગુજરાતની આ યુવતીની હિંમતને દાદ છે. આવી પરિસ્થિતિમાં કોંગ્રેસ પક્ષ ગુજરાતની આ દીકરીને પડખે છે.

વિશેષતઃ પોતાના દિગ્ગજ નેતાઓ સામે ગંભીર આરોપો મૂકનાર ફરિયાદીને જ ગુન્હેગાર સાબિત કરવાની ગુજરાતની ભાજપ સરકારની તાસીર છે. આવા અનેક દાખલા મોજૂદ છે. સત્તાના દુરૂપયોગનો આ સીલસીલો ચાલુ રાખીને ગુજરાતની ભાજપ સરકારે નલિયાકાંડની પીડિતા ઉપર ખોટા ઉપજાવી કાઢેલા કેસ કર્યા છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note