પેપર ફોડનારને અમે ચૂંટણીમાં એમને ફોડી નાખીશું : જગદીશ ઠાકોર

અમદાવાદમાં કોંગ્રેસનું ઓબીસી સંમેલન યોજવામાં આવ્યું હતું. જેમા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે રેલ્વે, એરપોર્ટ વેચવાથી બક્ષીપંચ અનામત બંધ કરવામાં આવ્યું છે. પેપર ફોડનારને અમે ફોડીશું. એક તરફ અજાન બીજી તરફ ઝાલર વાગતી હતી, બીજી તરફ અજાન સામે હનુમાન ચાલીસા વગાડવાનું કહેવામાં આવી રહ્યું છે.

આ સાથે જગદીશ ઠાકોરે કહ્યું હતું કે, ચૂંટણી આવી રહી છે ત્યારે તોફાન અને કોમી રમખાણો થશે, ત્યારે હનુમાન ચાલીસા વગાડવા માટે આપણા દીકરાઓને મોકલશે. મંત્રીઓના દિકરાઓ તો વિદેશમાં ભણવા જઈ રહ્યા છે. વધુમાં જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે બક્ષીપંચ અનામતની માંગ સામે રેલવે વેચાઈ ગયા મોટી-મોટી કંપનીઓ ભારત સરકાર અને રાજ્ય સરકારની વેચાઈ ગઈ છે. કારણકે બક્ષીપંચનો કોઈ હોય આહિર હોય રબારી હોય કે ભરવાડ હોય કે દેવીપુજકનો છોકરો ભણી-ગણીને નોકરીઓ કરે તેમને એ પસંદ નથી અને તેમને 14 વખત પેપરો ફોડ્યા છે.

તમારા મગજમાં ભાજપ દ્વારા રાઈ ભરાઈ ગઈ હોય તો કાઢી નાખજો. 14 વખત પેપર ફોડનારાઓ અમે તમને 2022માં ચૂંટાઈને આવ્યા બાદ ફોડવાના છીએ તેમ જગદીશ ઠાકોરે કહ્યું હતું. અમદાવાદમાં કોળી અને ભરવાડ ના વચ્ચે વિવાદ કરાવશે. દલિત અને ભરવાડ વચ્ચે અથડામણ કરવામાં આવશે. મુસ્લિમ અને કોળી વચ્ચે અથડામણ કરવામાં આવશે. માલધારી અને દલિત વચ્ચે માથાકૂટ કરાવશે. તેમ જગદીશ ઠાકોરે આક્ષેપો કર્યા હતા.

https://khabarchhe.com/news_views/gujarat/find-out-for-whom-jagdish-thakore-said-we-will-break-him-in-the-election.html