પેટ્રોલ ડીઝલ અને રાંધણ ગેસના ભાવોમાં બેફામ વધારાને કારણે દેશની જનતાનું “હોમ ઇકોનોમિક્સ” ખોરવાઈ ગયું : 29-05-2018
- પેટ્રોલ ડીઝલ અને રાંધણ ગેસના ભાવોમાં બેફામ વધારાને કારણે દેશની જનતાનું “હોમ ઇકોનોમિક્સ” ખોરવાઈ ગયું
- પેટ્રોલ-ડીઝલ અને રાંધણ ગેસના બેફામ ભાવ વધારા પાછળનું કેન્દ્ર સરકાનું જુઠ્ઠાણું ?
આંતરરાષ્ટ્રીય ક્રુડના ભાવોમાં ઘટાડા છતાં કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા પેટ્રોલ-ડીઝલ સહીત બેફામ ભાવો-લુંટફાંટની નીતિ સામે પ્રજાહિતમાં કેન્દ્ર દ્વારા એક્સાઈઝ અને રાજ્યોને વેટ ઘટાડવાની માંગ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, કેન્દ્રની ભાજપ નેતૃત્વની એન.ડી.એ. સરકાર દ્વારા પેટ્રોલ-ડીઝલ અને રાંધણ ગેસના ભાવોમાં બેફામ વધારાને કારણે ભારતની જનતાનું “હોમ ઇકોનીમીક્સ” ખોરવાઈ ગયું છે. તમા પ્રજા લાચારીથી રોષ સાથે આ બેફામ ભાવ વધારાને સહન કરી રહી છે, સાથે સાથે પ્રજન દિલમાં ઉગ્ર આક્રોશ પણ જોવા મળી રહ્યો છે, ત્યારે પ્રજાની લાગણી અને આક્રોશને વાચા આપવા કોંગ્રેસ પક્ષ પ્રજાની પડખે છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો