પેટ્રોલ-ડિઝલ, સી.એન.જી. –પી.એન.જીમાં મોદી સરકાર દ્વારા ચલાવવામાં આવતી લૂંટ-મોંઘવારી : 08-09-2017

  • પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાનું એક કારણ હોય તો તે દેશના તમામ પેટ્રોલ પંપ પર મુકાવેલા હોર્ડીંગ્સ અને જાહેરાતના લીધે પ્રજાને ભેટ
  • રીફાઈનરી અને સરકાર દ્વારા થતાં ખોટા ખર્ચાઓને સરભર કરવા ૧૨ પૈસાથી લઈને ૨૬ પૈસા સુધીનો વધારો નાગરિકો પર ઝીંકવામાં આવે છે.
  • આંતરરાષ્ટ્રીય ક્રુડના ભાવો ધ્યાનમાં લઈએ તો દેશના ૧૨૫ કરોડ નાગરિકોને પેટ્રોલ –રૂા. ૪૦ અને ડિઝલ રૂા. ૩૨ ના ભાવે આપી શકાય.

અચ્છે દિન” ના વાયદા “બહુત હુઈ મહંગાઈ કી માર…. અબકી બાર……. ” જેવા રૂપાળા સૂત્રોથી સત્તા મેળવનાર ભાજપ સરકારે 125 કરોડ દેશવાસીઓ અને ગુજરાતના 6 કરોડ નાગરિકોને મોંઘવારીના એક પછી એક માર આપીને ગરીબ-સામાન્ય-મધ્યમર્ગના પરિવાર માટે જીવન દુષ્કર બનાવી દીધું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડના ભાવ ૧૫૪ ડોલર થી ઘટીને ૫૦ ડોલર જેટલા થઈ ગયા હોવા છતાં ભાજપ સરકાર-મોદી સરકારે પેટ્રોલ-ડિઝલ ના ભાવ ઘટાડાનો લાભ આપવાને બદલે વેટ અને સેસ વધારીને દેશના ૧૨૫ કરોડ નાગરિકોને મોંઘવારીના ખપ્પરમાં ધકેલી દીધા છે. ત્યારે ભાજપ સરકાર-મોદી સરકારની જનવિરોધી નિતી ને કારણે ગુજરાત અને દેશના નાગરિકો સતત હાલાકી ભોગવી રહ્યાં છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note