પેટ્રોલ-ડિઝલ, સી.એન.જી. –પી.એન.જીમાં મોદી સરકાર દ્વારા ચલાવવામાં આવતી લૂંટ-મોંઘવારી વિરૂધ્ધના કાર્યક્રમ : 27-06-2016

અચ્છે દિન” ના વાયદા “બહુત હુઈ મહંગાઈ કી માર…. અબકી બાર……. ” જેવા રૂપાળા સૂત્રોથી સત્તા મેળવનાર ભાજપ સરકારે 125 કરોડ દેશવાસીઓ અને ગુજરાતના 6 કરોડ નાગરિકોને મોંઘવારીના એક પછી એક માર આપીને ગરીબ-સામાન્ય-મધ્યમર્ગના પરિવાર માટે જીવન દુષ્કર બનાવી દીધું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડના ભાવ ૧૫૪ ડોલર થી ઘટીને ૪૦ ડોલર જેટલા થઈ ગયા હોવા છતાં ભાજપ સરકાર-મોદી સરકારે પેટ્રોલ-ડિઝલ ના ભાવ ઘટાડાનો લાભ આપવાને બદલે વેટ અને સેસ વધારીને દેશના ૧૨૫ કરોડ નાગરિકોને મોંઘવારીના ખપ્પરમાં ધકેલી દીધા છે. ત્યારે ભાજપ સરકાર-મોદી સરકારની જનવિરોધી નિતી સામે કોંગ્રેસ પક્ષ દ્વારા રાજ્યના ૩૩ જિલ્લા અને ૮ મહાનગરપાલિકાઓમાં વિવિધ પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ-ડિઝલના બેફામ ભાવ વધારા સામે દેખાવો-સૂત્રોચ્ચાર કરીને રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note