પૃથ્વીરાજસિંહ ચૌહાણ : 03-12-2017
મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ કેન્દ્રીય મંત્રીશ્રી પૃથ્વીરાજસિંહ ચૌહાણે આજ રોજ રાજીવ ગાંધી ભવન, અમદાવાદ ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીના પ્રતિસ્પર્ધી કોંગ્રેસ પક્ષના જાગૃત જનપ્રતિનિધી શ્રી ઈન્દ્રનીલ રાજ્યગુરૂ ના ભાઈ પર ગુંડા તત્વો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો અને પોલીસ ફરિયાદ કરવા ગયેલ કોંગ્રેસ કાર્યકરો પર હુમલો કરવામાં આવ્યો હતો સાથો સાથ મીડીયા સાથે પણ ઉદ્ધત વર્તન કરવામાં આવ્યું. અહંકારમાં ડુબી ગયેલ ભાજપ યેનકેન પ્રકારને ચૂંટણી જીતવા માટે ગુંડાગર્દીનો આશરો લઈ રહી છે. ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીને હવે ખ્યાલ આવી ગયો છે કે હવે પોતે આ ચૂંટણીમાં જીતી શકવાના નથી માટે આવા તત્વોનો સહારો લઈને, ધાક ધમકીથી પ્રતિસ્પર્ધીને હરાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. લોકતંત્ર માટે ઘણી જ ગંભીર બાબત છે.
છેલ્લા ૨૨ વર્ષમાં ગુજરાતમાં મહિલાઓની સમસ્યા અને સલામતી અંગે કોંગ્રેસ પક્ષના ઉપાધ્યક્ષ શ્રી રાહુલ ગાંધીએ તથ્ય આધારિત પ્રધાનમંત્રીશ્રીને પ્રશ્ન પુછતા હજુ સુધી પ્રધાનમંત્રી કે ભાજપ જવાબ આપતી નથી અને જે નોન ઈશ્યુ છે. તેના પર વાણીવિલાસ કરી રહ્યાં છે. ત્યારે મહિલાઓ માટે શિક્ષણ, સુરક્ષા અને સ્વાસ્થ્ય અંગે પત્રકાર પરિષદમાં સંબોધન કરતા મહારાષ્ટ્રના પૂર્વમુખ્યમંત્રીશ્રી પૃથ્વીરાજસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, છેલ્લા ૨૨ વર્ષમાં મહિલાઓનું શિક્ષણનું સ્તર ઘણું નીચે આવી ગયું છે અને જો ગુજરાતના લોકો પોતાની દિકરીઓને અભ્યાસ અર્થે શાળા કે કોલેજમાં મોકલે તો તેની સુરક્ષાને લઈને ખૂબ મોટો પ્રશ્ન ઉભો થયો છે. ગુજરાતમાં મહિલાઓ અસુરક્ષિત થઈ રહી છે જેના કારણે ગુજરાતની બહેન-દિકરીઓને શિક્ષણ માટે મોકલતા પણ અચકાય છે, ડર અનુભવી રહી છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો