પૂર્વ રાષ્ટ્રપતિને એહમદ પટેલની શ્રદ્ધાંજલિ

પૂર્વ રાષ્ટ્રપતિ અને મિસાઈલમેન એ.પી.જે. અબ્દુલ કલામના નિધન અંગે સોનિયા ગાંધીના રાજકીય સચિવ એહમદભાઈ પટેલે શ્રદ્ધાસુમન અર્પણ કરતાં જણાવ્યું હતું કે પૂર્વ રાષ્ટ્રપતિ સ્વ. એ.પી.જે. અબ્દુલ કલામ સમગ્ર જીવન દરમિયાન વિજ્ઞાાન,ટેક્નોલોજી અને ખાસ કરીને અવકાશ ક્ષેત્રે વિશેષ કામગીરી કરીને ભારત દેશને ગૌરવ અપાવ્યું હતું. તેઓએ વિજ્ઞાાન ક્ષેત્રે વધુમાં વધુ રસ અને રુચિ વધે તે માટે યુવાનોને પ્રેરિત કરતા હતા.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યંુ હતું કે, પૂર્વ રાષ્ટ્રપતિ એ.પી.જે. અબ્દુલ કલામ દિર્ઘદૃષ્ટિ ધરાવતા આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા વૈજ્ઞાાનિક હતા. તેમના નિધનથી ભારત દેશે મોટા ગજાના વૈજ્ઞાાનિક ગુમાવ્યા છે.

વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ શ્રદ્ધાંજલિ આપતાં જણાવ્યું છે કે પોલિટિકલ હોવા છતાં સર્વ પોલિટિકલ પાર્ટીઓની સંમતિથી રાષ્ટ્રપતિપદ સુધી પહોંચેલા ડો. અબ્દુલ કલામને મારી હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ પાઠવું છું.

http://www.sandesh.com/article.aspx?newsid=3104774