પૂર્વ કેન્દ્રીય મંત્રીશ્રી રાજીવ શુક્લાએ પત્રકાર પરિષદને : 09-12-2017

આજ રોજ રાજીવ ગાંધી ભવન ખાતે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રીશ્રી રાજીવ શુક્લાએ પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, આજના દિવસે તા. ૯/૧૨/૨૦૧૭ ના રોજ ગુજરાતની પ્રથમ ચરણનું મતદાન છે. એક દિવસ અગાઉ ભાજપ સરકારે અર્થ વગરનું ઘોષણાપત્ર રજૂ કર્યું. ગુજરાતની જનતા પણ સમજી ગઈ છે કે, હવે બદલાવની જરૂર છે. ગુજરાતની જનતાને ૨૨ વર્ષથી સત્તામાં બેઠેલી ભાજપ સરકારથી છુટકારો ઈચ્છે છે. ગુજરાતના શાંત મતદાર આજના દિવસે મતદાન કરીને ભાજપ સરકારને જવાબ આપશે. કે હવે તમારો સંન્યાસ લેવાનો સમય આવી ગયો છે અને કોંગ્રેસ જંગી બહુમતીથી વિજય મેળવશે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note