પૂર્વ કૃષિ મંત્રીશ્રી ચીમન સાપરિયા સામે તપાસ કરી કાર્યવાહી કરવાની માંગ : 16-08-2018
- મગફળી પકવતાં ખેડૂતોએ દેશમાં ગૌરવ અપાવ્યું, ભાજપે ભ્રષ્ટાચાર કરી માથું નીચું કરાવ્યું
- પૂર્વ કૃષિ મંત્રીશ્રી ચીમન સાપરિયા સામે તપાસ કરી કાર્યવાહી કરવાની માંગ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા હિમાંશુ પટેલે જણાવ્યું હતું કે, વિશ્વમાં મગફળી પેદા કરનારો ભારત બીજા નંબરનો દેશ છે અને મગફળીના ઉત્પાદનમાં ભારતમાં ગુજરાત પ્રથમ રાજ્ય છે. દેશની 50 ટકા મગફળી સૌરાષ્ટ્રના ખેડૂતો પેદા કરી રહ્યાં છે. સમગ્ર દેશમાં મગફળીનું કૂલ ઉત્પાદન 2013-14માં રૂ.34343.93 કરોડ હતું જેમાં ગુજરાતમાં રૂ.18003.72 કરોડ હતું. એટલે કે દેશની કૂલ મગફળી થઈ હતી, તેની અડધી માત્ર ગુજરાતમાં થઈ હતી. 2011-12માં ગુજરાતમાં 2013-14માં મનમોહનસિંહની સરકાર વખતે રૂ.18,003.72 મગફળી પાકી હતી. જે 2015-16માં રૂ.8,563.66 મગફળી વેચાઈ હતી.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો