‘પીવે પોલીસ પકડે પોલીસ’ સમગ્ર મહેફીલ કાંડ મુદ્દે નિષ્ફળ મુખ્યમંત્રીશ્રી રાજીનામું આપે. : 20-09-2019
- ‘પીવે પોલીસ પકડે પોલીસ’ સમગ્ર મહેફીલ કાંડ મુદ્દે નિષ્ફળ મુખ્યમંત્રીશ્રી રાજીનામું આપે. મુખ્યમંત્રીના હોમટાઉનમાં દારૂબંધીના ધજજીયા ઉડાડતી ઘટના સરકારે બોધપાઠ લેવો જરૂરી.
- હેલ્મેટ, સીટબેલ્ટ ના ભંગ બદલ સી.સી.ટી.વી. ફુટેજ આધારે નાગરીકોને મોટો દંડ ફટકારતી ભાજપ સરકારને દારૂ ગુજરાતમાં ક્યાંથી ઠલવાય છે તે ચેકપોસ્ટના સી.સી.ટી.વી. કેમ દેખાતા નથી ?
- મોટર સાયકલવાળા વાળાને નાની ભુલમાં આકરો દંડ વિના જવા ન દેતી પોલીસે કેટલાક દારૂડીયાને વોટરપાર્કમાંથી જવા દીધા…!
ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર છે. રાજ્યમાં દારૂબંધીનો ચુસ્ત અમલ થતો હોવાની વાત કરતી ભાજપ સરકારના રાજમાં રોજ કરોડો રૂપિયાનો દારૂ ઠલવાય રહ્યો છે. ત્યારે શહેર થી લઈને સચિવાલય અને ગામ થી લઈને ગાંધીનગર સુધી ભ્રષ્ટાચાર – હપ્તારાજ ચાલી રહ્યું છે. હેલ્મેટ, સીટબેલ્ટ ના ભંગ બદલ સી.સી.ટી.વી. ફુટેજ આધારે નાગરીકોને મોટો દંડ ફટકારતી ભાજપ સરકારને દારૂ ગુજરાતમાં ક્યાંથી ઠલવાય છે તે ચેકપોસ્ટના સી.સી.ટી.વી. કેમ દેખાતા નથી ? તેવો વેધક પ્રશ્ન સાથે ગુજરાતમાં ઠેરઠેર દારુના બેરોકટોક વેચાણ અને મહેફીલ કાંડ અને નશાબંધી કાયદાના અમલમાં નિષ્ફળતા અંગે મુખ્યમંત્રીશ્રી રાજીનામું આપે તેવી માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશી
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો