પીડીત પરિવારજનોને કોંગ્રેસ પક્ષ તરફથી પાંચ લાખ રૂપિયાનો ચેક સુપ્રત કરેલ : 23-07-2016
ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના મોટા સમઢીયાળા ગામ ખાતે દલિત યુવાનો પર બેરહમી-અમાનુષી અત્યાચારના પડઘાં સમગ્ર રાજ્ય અને દેશમાં પડ્યાં છે. ત્યારે અત્યાચારનો ભોગ બનેલા દલિત યુવાનોના પરિવારજનોને રૂબરૂ મળીને સાંત્વના આપવા અને દુઃખમાં ભાગીદાર થવા કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષશ્રી રાહુલ ગાંધી તા. ૨૧/૭/૨૦૧૬ ના રોજ મુલાકાત લીધી હતી. પીડીત દલિત પરિવારજનોને કોંગ્રેસ પક્ષ તરફથી પાંચ લાખ રૂપિયાની આર્થિક મદદ કોંગ્રેસ પક્ષના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જાહેર કરી હતી. કોંગ્રેસ પક્ષનું એક પ્રતિનિધી મંડળ આજ રોજ અત્યાચારનો ભોગ બનેલ પરિવારજનોને રૂબરૂ મળી પાંચ લાખ રૂપિયાની આર્થિક મદદનો ચેક સુપ્રત કરેલ.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો