પીએમ માત્ર ભાષણો જ કરો છો તેનો અમલ કયારે ? : રાહુલ ગાંધી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાષણો ખૂબ જ સારા કરે છે પરંતુ ભાષણમાં જે કામનો ઉલ્લેખ કરે છે તે કાચબાગતિએ ચાલે છે. માત્ર વાતો કરવાથી દેશનું ભલું થતું નથી એવી ટીકા આજે મંુબઇની મુલાકાતે આવેલા કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ કરી હતી. મુંબઇમાં કોંગ્રેસનો મેયર હોવો જોઇએ એમ જણાવી મુંબઇ મહાનગર પાલિકાની ચૂંટણી માટે પક્ષને તડામાર તૈયારીઓમાં લાગી જવાનું આહ્વાન કર્યુ હતું. મલાડમાં કોંગ્રેસ કાર્યકર્તાઓ માટે યોજાયેલા મેળાવડામાં તેઓે બોલી રહ્યા હતા. શનિવારે વીજ બિલમાં ઘટાડો કરવા પદ યાત્રાનું આયોજન કરાયું છે તેમાં રાહુલ ગાંધી જોડાવાના છે. મોદીએ સ્વચ્છ ભારતનું સપનું દેખાડયું પરંતુ તે સાકાર કરવામાં તેઓ પોતે ઉણા ઉતર્યા છે. ખેડૂતો માટે રાહત પેકેજના બણગાં ફૂંક્યા પરંતુ હજી પણ ખેડૂતોની આત્મહત્યાનો આંકડો વધી રહ્યો છે. ખેડૂતો-કામદારોને સુવિધાઓથી વંચિત રાખી મોદી વિદેશ પ્રવાસ કરતાં અચકાતા નથી.
http://www.sandesh.com/article.aspx?newsid=3219509