પાલડી ખાતેથી શહીદો અમર રહોના નારા સાથે “જય જવાન માર્ચ” : 04-05-2017
કેન્દ્રની ભાજપ સરકારની નબળી નિતીઓને કારણે કાશ્મિરમાં જવાનો શહીદ થઈ રહ્યાં છે. હમણાં તાજેતારમાં પાકિસ્તાન દ્વારા બે જવાનોને બર્બરતાપૂર્ણ રહેંસી નાંખવામાં આવ્યા. જેને લઈને પ્રજામાં આક્રોશ છે. પ્રજાની લાગણીને ધ્યાનમાં લઈને આજે સાંજે પાલડી ખાતેથી શહીદો અમર રહોના નારા સાથે “જય જવાન માર્ચ” ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીના નેતૃત્વમાં નીકળી હતી આ માર્ચમાં ૧૦૦૦ જેટલા બાઈક રેલી સાથે મોટી સંખ્યામાં યુવાનો સામેલ થયા હતા અને બાદમાં વસ્ત્રાપુર વસ્ત્રાપુર તળાવ ખાતે શહીદ જવાનોની યાદમાં મૌન પાળીને શ્રધ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો