પાર્કિંગ – ટ્રાફિક નિયમન માટે : 03-08-2018
- પાર્કિંગ – ટ્રાફિક નિયમન માટે
- પાર્કિંગ સુવિધા વિનાનાં કોમર્શિયલ કોમ્પ્લેક્ષો સામે કાનૂની કાર્યવાહી કરો
- મહાનગરોમાં સર્વિસ રોડ પરનું ગેરકાયદે પાર્કિંગ અટકાવવા સાથે યાત્રાધામોમાં સરકાર ટ્રાફિક –પાર્કિંગની સુદ્દઢ વ્યવસ્થા કરેઃ ડૉ.હિમાંશુ પટેલ
ભાજપ સરકાર દ્વારા અત્યાર સુધી સત્તા સ્વાર્થમાં વિકાસનાં નામે આડેધડ નિર્ણયો લઈ અણધડ વહીવટથી પ્રજા માટે માત્ર મુશ્કેલીઓ જ સર્જી છે ત્યારે નામદાર કોર્ટના આદેશોથી જ જાગતી સરકારને દરેક કોમર્શિયલ કોમ્પ્લેક્ષોનો સર્વે કરાવી પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ નહીં કરવા તેમજ બી.યુ. પરમીશન પછી ગેરકાયદે બાંધકામ કરનાર સામે કાનૂની કાર્યવાહી કરવા કોંગ્રેસનાં પ્રદેશ પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલે માંગણી કરી છે. આ ઉપરાંત રાજ્યનાં મહાનગરોની સાથે ખાસ કરીને તમામ યાત્રાધામોમાં પાર્કિંગ-ટ્રાફિક નિયમન માટે કાયમી ઝૂંબેશ હાથ ધરવા તેમણે મુખ્યમંત્રીને વિનંતી કરી છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો