પારૂલ યુનિવર્સિટીના ઓફ કેમ્પસનો વિવાદ દિવસે દિવસે વકરી રહ્યો છે. : 26-10-2016
પારૂલ યુનિવર્સિટીના ઓફ કેમ્પસનો વિવાદ દિવસે દિવસે વકરી રહ્યો છે. સરકારે પારૂલ યુનિવર્સિટીને 1 ઓગસ્ટ 2016ના રોજ નોટીસ ફટકારી અમદાવાદ, રાજકોટ અને વડોદરામાં ચાલતા ઓફ કેમ્પસ ગેરકાયદેસર હોવાનું જણાવી ખુલાસો માંગ્યો હતો. સરકારે પારૂલ યુનિવર્સિટીને યુજીસીના નિયમો અને રાજ્ય સરકારનો પ્રાઈવેટ યુનિવર્સિટી એક્ટ બતાવી તેમના આ ઓફ કેમ્પસ સરકારની પરવાનગી લીધા વિના કાયદાની જોગવાઈઓ વિરૂધ્ધ ચાલતા હોવાનું સરકારે સ્વીકાર્યું છે. આ બાબતે અમદાવાદમાં બોપલ કેમ્પસમાં હોમિયોપેથી, ફીજીયોથેરાપી અને બીએસસી એગ્રીકલ્ચરનો અભ્યાસક્રમ ચલાવવામાં આવે છે. જે નિયમો વિરૂધ્ધ છે. પરંતુ આ બાબતે પારૂલ યુનિવર્સિટી દ્રારા શિક્ષણ વિભાગ કે સંબંધિત યુનિવર્સિટીઓને યોગ્ય ખુલાસો આજ સુધી કર્યો નથી.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો