પાણીના પોકાર વચ્ચેક રોજ નવી-નવી, મોટી-મોટી અને ખોટી-ખોટી જાહેરાતોમાં વ્યપસ્તિ રૂપાણી સરકાર. : 06-05-2018
- ભાજપ સરકારના પાપે ઉભા થયેલા જળ સંકટથી પરેશાન પ્રજાનું ધ્યાન અન્યત્ર દોરવા જળ સંચયનું નાટક.
- ભાજપ સરકારના પાપે ગાય માતા સહિત લાખો પશુઓ મોતના મુખમાં ધકેલાઈ જાય તેવી કપરી સ્થિતિ.
- પાણીના પોકાર વચ્ચે રોજ નવી-નવી, મોટી-મોટી અને ખોટી-ખોટી જાહેરાતોમાં વ્યસ્ત રૂપાણી સરકાર.
૨૦૧૬માં ગુજરાત વિધાનસભામાં ગુજરાત સરકારે રાજપાલશ્રીના પ્રવચનમાં જળ વ્યવસ્થાપન અંગે એવું કહેડાવ્યું હતું કે “ગુજરાતમાં ઉનાળાની ઋતુ શરૂ થાય એટલે સૂકા ખેતરો, પલાયન કરતું પશુધન અને આફતને સહન કરીને ઈશ્વરને મદદની આજીજી કરતાં ખેડૂતો હવે ભૂતકાળની વાત બની ગઈ છે. બહુ-આયામી જળ-વ્યવસ્થાપન ક્ષેત્રે અનેક યોજનાઓ કાર્યાન્વિત કરીને રાજયના નાગરિકોને પીવાનું શુધ્ધ પાણી અને સિંચાઈનું પાણી મળી રહે તે માટે મારી સરકાર અવિરત પ્રયાસો કરી રહી છે.” આ અવિરત પ્રયાસોનું પરિણામ ૨૦૧૮ના મે માસમાં શૂન્ય છે. ૨૦૧૬માં આવી વાત કરનાર શાસક પક્ષ એમ કહે છે કે જળ-અભિયાન પાણીના દુકાળને ભૂતકાળ બનાવશે. આ કેવી રીતે માની શકાય ? શહેરોની સ્થિતિ તો અતિ ગંભીર છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો