પાઠ્ય પુસ્તકોમાં મોટાપાયે ભ્રષ્ટાચાર ભાજપ શાસકોના આશીર્વાદથી : 25-06-2016
ભાજપ સરકાર ખૂબ મોટા ઉપાડે કન્યા કેળવણી, પ્રવેશોત્સવ, ગુણોત્સવ સહિતના ઉત્સવો સરકારી તિજોરીના લાખો રૂપિયાના ખર્ચે યોજી રહી છે ત્યારે રાજ્યમાં આવેલી સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક-ઉચ્ચ માધ્યમિક શાળાઓ શરૂ થયાના ૧૫ દિવસ કરતાં વધુ સમય થયો હોવા છતાં હજુ સુધી વિદ્યાર્થીઓને અભ્યાસક્રમના પાઠ્યપુસ્તકો ઉપલબ્ધ થયાં નથી. રાજ્યના લાખો વિદ્યાર્થીઓના પાઠ્ય પુસ્તકોમાં મોટાપાયે ભ્રષ્ટાચાર ભાજપ શાસકોના આશીર્વાદથી થઈ રહ્યો છે અને પાઠ્ય પુસ્તક મંડળ – શિક્ષણ વિભાગ ભ્રષ્ટાચારનું મુખ્ય કેન્દ્ર હોવાનો આક્ષેપ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં ધોરણ-૯ થી ધોરણ-૧૨ ની સરકારી ૫૬૪ અને ગ્રાન્ટેડ ૫૫૦૦ થી વધુ શાળાઓમાં રાજ્ય સરકાર ૬૭ લાખ વિદ્યાર્થીઓને પુસ્તકનો લાભ મળશે જ્યારે પાઠ્ય પુસ્તક મંડળના અધિકારી ૫૫ લાખ વિદ્યાર્થીઓ લાભાર્થી બનશે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો