પાટીદાર યુવાનના પોલીસ કસ્ટડીમાં મોત બદલ જવાબદારી સ્વીકારી નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ ગૃહમંત્રીનું રાજીનામું લે : 06-06-2017

  • પાટીદાર યુવાનના પોલીસ કસ્ટડીમાં મોત બદલ જવાબદારી સ્વીકારી નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ ગૃહમંત્રીનું રાજીનામું લે.
  • તાત્કાલિક પોલીસ ફરિયાદ નોંધી સીબીઆઈ ને તપાસ સોંપે અને યુવાનના પરિવારને રૂા. ૨૫ લાખની સહાય કરે.

મહેસાણામાં પાટીદાર યુવાન કેતનકુમાર મહેન્દ્રભાઈ પટેલનું પોલીસની કસ્ટડીમાં જ અમાનુષી અત્યાચારને કારણે મોત થતાં મહેસાણા સહિત સમગ્ર ગુજરાતમાં ઘેરાશોકની લાગણી ફેલાઈ ગઈ છે. પોલીસ અત્યાચારનો ભોગ બનતા તમામ સમાજમાં ભાજપ સરકાર અને પોલીસતંત્ર સામે રોષ ફાટી નીકળ્યો છે. તેવું આક્રોશ કોંગ્રેસ પ્રદેશ પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલે વ્યક્ત કર્યો હતો.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note