પાટીદાર અનામત આંદોલન ભાજપ સરકાર સ્પોન્સર્ડ, સંઘ સપોર્ટેડ જ છે

  •  જ્ઞાાતિ આધારિત અનામત કોઈ એક પાર્ટીનું ફરજંદ નથી, બધાની અનુમતિ છે
  •  મોહન ભાગવતના મનમાં જે હતું તે નિકળી ગયુ, હવે ઢાંકવાથી કંઈ નહીં વળે
  •  અનામતની સમીક્ષા સાંસદો કરે છે, વધુ નવી ભ્રામક વાતો ફેલાવાનું બંધ કરો
  •  વિપક્ષના નેતા શંકરસિંહે ભાગવતનું નિવેદન હાઉ અને ભ્રમ સર્જનારું જણાવ્યું
  •  જમણેરી વિચારધારામાં ગરીબો,વંચિતો, પછાતોના ઉત્થાનને કોઈ સ્થાન નથી

વિધાનસભામાં વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન ભાજપ સરકાર સ્પોન્સર્ડ અને સંઘ સપોર્ટેડ હોવાનું આક્ષેપ કર્યો છે. જાહેર જીવન સંઘના કાર્યકર તરીકે જ શરૂ કર્યું હોવાનું જણાવતા વાઘેલાએ એમ પણ કહ્યું કે તેમના છુપા એજન્ડા મારાથી વધારે કોણ જાણે? મોહન ભાગવતના મનમાં જે હતુ તે નિકળી ગયુ છે હવે ઢાંકવાથી કંઈ વળે તેમ નથી.

સંઘના વડા મોહન ભાગવતે અનામતની સમીક્ષા થવી જોઈએ તેવા નિવેદનને ટાંકીને વાઘેલાએ કહ્યું કે, અનામતના મૂળમાં ૫,૦૦૦ વર્ષનો ઈતિહાસ ધરબાયેલો છે. જેમણે સામજિક રીતે નર્કાગાર જીવન વિતાવ્યું છે તે જ્ઞાાતિઓના માટે દેશના ઘડવૈયાઓએ કરલો નાનકડો પ્રયત્ન છે. સમાનતા લાવવા બંધારણિય અધિકાર છે. તેની સમીક્ષા સમયે સમયે લોકસભા,રાજ્યસભામાં સાંસદો કરે જ છે. જ્ઞાાતિ આધારિત અનામત કોઈ એક પાર્ટીનું ફરજંદ નથી, બધાની અનુમતી છે તેને એક્સટેન્શન થયા કરે છે. તેમાં ભાજપ પણ છે. આજે પાટીદાર સમાજ જે અનામત માગવા નિકળ્યો છે, તે આંદોલન ભાજપ સરકાર અને આરએસએસ પ્રેરિત જ છે. શાંત જળમાં પથ્થર નાંખવામાં આવે તેમ દેશમાં અનામત વિવાદનો મધપુડો છંછેડવા સંઘના વડાએ આવું નિવેદન કર્યું છે. ભાજપના ચાવવાના અને બતાવવાના જુદા છે. જમણેરી વિચારધારામાં ગરીબો, વંચિતો, પછાતોના ઉત્થાનને કોઈ જ સ્થાન નથી.

http://www.sandesh.com/article.aspx?newsid=3137293