પાટીદારોને ન્યાય નહીં આપતી ભાજપ સરકાર હાર્દિકનો ભોગ લેવા તૈયાર : 25-07-2018
- પાટીદારોને ન્યાય નહીં આપતી ભાજપ સરકાર હાર્દિકનો ભોગ લેવા તૈયાર
- વિધાનસભાની ચૂંટણીમાં આંદોલનકારીઓ સામેનાં કેસ પાછા ખેંચવાની જાહેરાતનો અમલ નહીં કરનાર ભાજપે પ્રજાનો વિશ્વસઘાત કર્યો છેઃ ડૉ. હિમાંશુ પટેલ
પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલ અને એસ.પી.જી. નાં અગ્રણી લાલજીભાઈ પટેલ સહિતનાં ૩ સામે કોર્ટ દ્વારા અપાયેલા ચુકાદાનું અનુસંધાને કોંગ્રેસનાં પ્રદેશ પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલે જણાવ્યું છે કે, પોતાનાં અધિકારો માટે આંદોલન કરનાર પાટીદાર સમાજ સામેનાં તમામ કેસો પાછા ખેંચવાની જાહેરાત કર્યા બાદ ભાજપ સરકારે તેનો અમલ નહીં કરી સમગ્ર ગુજરાતની પ્રજા જોડે છેતરપીંડી કરી ભરોસો તોડ્યો છે. ભાજપ સરકારદરેક સમાજના ન્યાય અને માંગણી માટે રજૂઆત કરનાર લોકો સામે પૂર્વગ્રહ અને કિન્નાખોરી રાખી દુષ્કર્મીઓ તેમજ ભાગેડુઓને છાવરી રહી છે તે ગુજરાતનાં ગૌરવ માટે કલંકરૂપ છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો