પાટણ શહેર ખાતે આયોજીત જાહેરસભા
પાટણ ખાતેના કોંગ્રેસ પક્ષના સંમેલનમાં 3500 થી વધુ પાટીદાર સમાજના કાર્યકરો અને આગેવાનોએ ભાજપ પક્ષનો ત્યાગ કરીને કોંગ્રેસ પક્ષમાં વિધિવત રીતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીના હસ્તે ખેસ પહેરીને જોડાયા હતા. 31 જિલ્લા પંચાયત, 230 તાલુકા પંચાયત, 56 નગરપાલિકાની યોજાનાર ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવારોના પ્રચાર માટે પાટણ જિલ્લા ખાતે જાહેર સભાને સંબોધન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ભાજપ સરકારની પ્રજા વિરોધી નિતીઓને કારણે સામાન્ય અને મધ્યવર્ગ હેરાન પરેશાન થઈ રહ્યો છે. ગુજરાત દેશમાં એક એવું રાજ્ય છે કે જ્યાં સૌથી મોંઘી વિજળી ખેડૂતો અને સામાન્ય નાગરિકોને વિતરણ કરવામાં આવે છે. સરકારી વીજ મથકોમાં એકપણ યુનિટના ઉત્પાદનનો વધારો ભાજપ સરકારમાં થયો નથી જ્યારે બીજી બાજુ ભાજપ સરકારના આશીર્વાદથી ખાનગી વીજઉત્પાદકો ખેડૂતો અને નાગરિકો પાસે મનફાવે તે રીતે લૂંટનો પરવાનો ધરાવે છે.