પાંચ રાજ્યોના જાહેર થયેલ ચૂંટણી પરિણામોમાંથી ત્રણ રાજ્યોમાં કોંગ્રેસ પક્ષ તરફી પરિણામો : 11-03-2017
પાંચ રાજ્યોના જાહેર થયેલ ચૂંટણી પરિણામોમાં પંજાબમાં કોંગ્રેસ પક્ષ ઐતિહાસિક જીત મેળવી છે જ્યારે ભાજપ અકાલી દળના ભ્રષ્ટ શાસનનો કારમો પરાજય થયો છે. ગોવા અને મણીપુરમાં કોંગ્રેસ પક્ષ સીન્ગલ લાર્જેસ્ટ પાર્ટી તરીકે વિજય મેળવીને સત્તા સુધી પહોંચી રહી છે. ત્યારે ત્રણ રાજ્યોમાં કોંગ્રેસ પક્ષ તરફી આવકારદાયક પરિણામ અંગે સ્થાનિક મતદાતાઓને અભિનંદન સાથે આભાર માનતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, પાંચ રાજ્યોના જાહેર થયેલ ચૂંટણી પરિણામોમાંથી ત્રણ રાજ્યોમાં કોંગ્રેસ પક્ષ તરફી પરિણામો છે. પંજાબમાં કોંગ્રેસ પક્ષે ઐતિહાસિક જીત મેળવી છે. જે રીતે ભાજપ અને તેના મુખ્ય નેતાઓની ભાષા-વાણીવિલાસ અને ઝુમલાની રાજનિતી સામે પંજાબ, ગોવા અને મણીપુરના મતદાતાઓએ કોઈ પણ ભ્રમમાં આવ્યા વિના મતદાન કર્યું છે. ખાસ કરીને પંજાબ અને ગોવામાં ભાજપ અને તેના ગઠબંધનના કારનામા-જનવિરોધી નિતી-ભ્રષ્ટ નિતી સામે મત આપ્યા છે. તે જ રીતે ગુજરાતમાં પણ ૨૦૧૭ ની વિધાનસભાની ચૂંટણીમાં યુવા વિરોધી, ખેડૂત વિરોધી, દલિત વિરોધી, આદિવાસી વિરોધી, મહિલા વિરોધી અને જનવિરોધી ભાજપ શાસન સામે મતદાન કરશે અને પ્રજાના જનસમર્થન-જન આશીર્વાદ કોંગ્રેસ પક્ષને મળશે. તે આજના પાંચ રાજ્યોના પરિવર્તન માટેના ચૂંટણી પરિણામોથી સ્પષ્ટ થાય છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો