પહેલાં નોટબંધી અને હવે વણ વિચાર્યા ભારે ભરખમ ટેક્ષ સાથે જી.એસ.ટી. લાવી : 29-06-2017

દેશના અર્થતંત્રને ભાજપની સરકાર “પડ્યા ઉપર પાટું” મારીને બેહાલીની દિશામાં ધકેલી રહી છે. પહેલાં નોટબંધી અને હવે વણ વિચાર્યા ભારે ભરખમ ટેક્ષ સાથે જી.એસ.ટી. લાવીને નાના-મોટા ધંધા-રોજગારને પાયમાલી તરફ લઈ જઈ રહી છે. ગ્રાહકો અને ઉત્પાદકો બંનેના ખિસ્સા ખાલી કરવા જનાર આ ભાજપી જી.એસ.ટી.નો ખરડો તા.૩૦/૦૬/૨૦૧૭, શુક્રવારના રોજ ખાસ સંસદ બોલાવીને લાવી રહ્યા છે.  ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તાશ્રી નિશીત વ્યાસે જણાવ્યું હતું કે, દેશના અને ખાસ કરીને ગુજરાતના ઉત્પાદકો, વેપારીઓ અને ગ્રાહકોના હિતમાં રાજ્યના ૩૩ જિલ્લા અને ૮ મહાનગરોમાં તા.૩૦/૦૬/૨૦૧૭, શુક્રવારના રોજ સાંજે ૭-૩૦ કલાકે, જી.એસ.ટી. ની પ્રતિકૂળ જોગવાઈના વિરોધમાં રાજ્યના તમામ શહેર/જીલ્લાના મુખ્ય ચાર રસ્તા ઉપર મીણબતી જલાવીને તેમજ પ્લેકાર્ડ સાથે દેખાવો યોજાશે. જેમાં શહેર / જીલ્લા કોંગ્રેસ સમિતિના પદાધિકારીઓ, ચૂંટાયેલા સભ્યશ્રીઓ, એન.એસ.યુ.આઈ. , મહિલા કોંગ્રેસ, યુથ કોંગ્રેસ અને સેવાદળના સાથીદારો જોડાશે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note