પદવીદાન સમારંભને ૪૫ દિવસ કરતાં વધુ સમય વીતી ગયા છતાં ૫૫૭૨૦ વિદ્યાર્થીઓ પદવીથી વંચિત : 30-04-2016
- પદવીદાન સમારંભને ૪૫ દિવસ કરતાં વધુ સમય વીતી ગયા છતાં ૫૫૭૨૦ વિદ્યાર્થીઓ પદવીથી વંચિત
- પદવીપાત્ર ૫૫૭૨૦ વિદ્યાર્થીઓ પાસેથી દોઢ કરોડ જેટલી માતબર રકમ વસૂલતી યુનિવર્સિટી સત્તાધીશો સમયસર પદવી આપવામાં નિષ્ફળ.
ગુજરાતની મોટામાં મોટી યુનીવર્સીટી ગુજરાત યુનીવર્સીટીમાં વિશેષ પદવીદાન સમારોહ યોજાયો હતો. પદવીદાન સમારોહ યોજવા કુલપતિ સાહેબે પારદર્શિતાની મોટી મોટી વાતો કરી પણ હકીકત એ છે કે, આજ દિન સુધી વિદ્યાર્થીઓને તેમના પ્રમાણપત્રો મળ્યા જ નથી. સમગ્ર બાબતમાં મહિનાઓ અગાઉ ફી ભરી હોવા છતાં પદવી મેળવવા ઈચ્છુક ૫૫૭૨૦ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને યુનીવર્સીટીમાંથી યોગ્ય જવાબ મળતો નથી. યુનિવર્સિટીના સત્તાધીશોની પાયાની જવાબદારી પ્રવેશ, પરિક્ષા, પરિણામ અને પદવી આ ચારેય મુખ્ય બાબતમાં નિષ્ફળ ગઈ છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો