પત્રકાર પરીસદને સંબોધન કરતાં શ્રી દીપેન્દ્રસિંહ હુડ્ડા
લોકસભામાં કોંગ્રેસ પક્ષના દંડક અને રાષ્ટ્રીય પ્રવક્તા સાંસદશ્રી દીપેન્દ્રસિંહ હુડ્ડાએ અમદાવાદ રાજીવ ગાંધી ભવન ખાતે જણાવ્યું હતું કે, મોદી સરકારનું એક વર્ષ નિશ્વિતરૂપે એક સુત્રરૂપે ૧૨૫ કરોડ ભારતીયોમાં રહ્યું છે. “કિસાન વિરોધી-નરેન્દ્ર મોદી..” જયારે વડાપ્રધાન ડ્રમ વગાડવામાં અને વાયોલિન વગાડવામાં જાપાનથી મોંગોલિયા સુધી વ્યસ્ત છે ત્યારે કૃષિ સમસ્યા દિન પ્રતિદિન વધુને વધુ ગંભીર બનતી જાય છે. કૃષિ ક્ષેત્ર આજે લખવાગ્રસ્ત બની ગયું છે. જેથી ભારતની અન્ન સુરક્ષા સામે પ્રશ્નાર્થ મુકાઈ ગયો છે. આ વિકરાળ સમસ્યા ભાજપના નેતૃત્વ હેઠળની એનડીએ સરકારના ક્રુર ગેર વહીવટ અને હેતુપૂર્વકના મતભેદોના કારણે સર્જાઈ છે. દેશના “અન્નદાતા” (અનાજ પૂરું પાડનાર)જીવન ટકાવવા માટે ઝઝુમી રહ્યા છે. વાસ્તવમાં, મોદી સરકાર નામો નીતિ એટલે કે, કૃષિ નહિ-માત્ર ગેરવહીવટને અનુસરે છે. તમામ કૃષિ પેદાશોના ભાવ ગગડી રહ્યા છે. સરકાર પાક માટેના લઘુતમ ટેકાના ભાવ (એમએસપી) આપવા અનઇચ્છુક જણાય છે.