પત્રકાર પરીસદને સંબોધન કરતાં શ્રી સી.પી.જોષી
સર્વ સમાવેશક સમાન વિકાસની ભારતીય બંધારણની મુળભાવના અને પ્રસ્તાવનાને તિલાંજલી આપીને પોતાના નજીકના ઉદ્યોગગૃહો અને વ્યાપારી મિત્રોના હિત માટે નરેન્દ્ર મોદીની ‘સુટ બુટની સરકાર’ કામ કરી રહી હોવાનો આજરોજ રાજીવ ગાંધી ભવન ખાતે યોજાયેલ પત્રકાર પરિષદમાં આક્ષેપ કરતાં પૂર્વ કેન્દ્રીય મંત્રીશ્રી ડૉ. સી.પી. જોષીએ જણાવ્યુ હતું કે, મોદી સરકારે પાછલા એક વર્ષમાં સામાજીક ક્ષેત્રમાં કરવામાં આવતા વિવિધ ખર્ચમાં 1,75,122 કરોડ રૂપિયાની નિર્દયતા પૂર્વક ઘટાડો કરીને સામાજીક અસમાનતા દુર કરવાનો પાયાના સિધ્ધાંતને તોડી નાખ્યો છે. સામાજીક ક્ષેત્રની વિવિધ યોજનાઓમાં 66,222 કરોડ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે જ્યારે પછાત ક્ષેત્રે અનુદાન નીધિ અન્વયે 5,900 કરોડનો ઘટાડો કરવામાં આવ્યો છે. દેશની 67 ટકા જનસંખ્યાને ભોજન અને પોષણની ગેરંટી આપતો અન્ન સુરક્ષા કાયદાનો અમલ રોકીને 1,03,000 કરોડ રૂપિયાની નાણાંકીય ઘટાડો કરવામાં આવ્યો છે. “સબકા સાથ સબકા વિકાસ” અને અચ્છે દિનનો વાયકો કરનાર મોદી સરકાર “કોર્પોરેટનો સાથ – ખુદ નો વિકાસ” મોટા પાયે વિવિધ સામાજીક સુરક્ષા યોજનાઓમાં નાણાંકીય ઘટાડો કરવાને લીધે અને જનવિરોધી નીતિને કારણે ખેતી. સિંચાઈ, મહિલા અને બાળવિકાસ, અનુસુચિત જાતિ અને જનજાતિ, પંચાયતી રાજ, શિક્ષણ, આરોગ્ય, આવાસ, સ્વચ્છ ભારત અભિયાન, પછાત વિસ્તાર અને અન્ન સુરક્ષા જેવા મહત્વની બાબતોમાં ગંભીર નુકસાન થશે.