પત્રકાર પરિસદને સંબોધન કરતા મનીષ તિવારી

એનડીએ-ભાજપ સરકારને બે વર્ષના શાસનકાળ ના લેખાજોખા સાથે આજરોજ રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરતાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના પ્રવક્તા અને પૂર્વ કેન્દ્રીય મંત્રીશ્રી મનિષ તિવારીએ જણાવ્યું હતું કે, મોદી સરકારે પદ અને ગોપનીયતાના બે વર્ષ પહેલાં આ તારીખે શપથ લીધા હતા. કોઈ પણ સરકારનું પાંચ માપદંડોને આધારે આંકલન થતું હોય છે. જેમાં (૧) સાંપ્રદાયિક સોહાર્દ (૨) રાજકીય સ્થિરતા (૩) આર્થિક વિકાસ (૪) આંતરિક સુરક્ષા અને (૫) સરકારની વિદેશ નીતિ મુખ્ય હોય છે ત્યારે દેશ માટે ચિંતિત નાગરિકો એનડીએ ભાજપ સરકારમાં સાપ્રદાયિક સોહાર્દના તાણાવાણાં જે રીતે હચીમચી રહ્યાં છે જેમ કે, ઘરવાપશી, ખાન-પાન ના નામે વાતો, લવ જેહાદ મુખ્ય છે. કેન્દ્રના મંત્રીઓ અને સત્તાધારી પક્ષના સાંસદોના બેફામ નિવેદનોથી સાંપ્રદિયક સોહાર્દ માટે આંચકાજનક છે. દેશના વિવિધ ભાષાના લેખકો, બુદ્ધિજીવીઓ, ચિત્રકારો, કલા નિષ્ણાંતો, વૈજ્ઞાનિકો એક જૂથ થઈને સરકારની અસહિષ્ણુતા મુદ્દે પોતાના પુરસ્કારો પરત કર્યા. આ તમામ દેશના વિશિષ્ટ નાગરિકો ભૂતકાળમાં પણ કોંગ્રેસ પક્ષનો વિરોધ કરી ચૂક્યા છે. તેઓ કોંગ્રેસ પક્ષ સાથે જોડાયેલા નથી ત્યારે મોદી સરકાર સમયસર જાગે તે જરૂરી છે. દેશમાં જે રીતે અભિવ્યક્તિની સ્વતંત્રતા પર લગામ લોકતંત્રના મૂળભૂત સિધ્ધાંતોની વિરૂધ્ધ છે. ભારત માતાકી જય, વંદે માતરમ, જય હિન્દ આ દેશમાં સહજતાથી આઝાદી સમયના સ્વીકૃત નારા છે. જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટીમાં ફર્ઝી વિડીઓ બનાવીને વાતાવરણને દુષિત કરવાની જે કામગીરી થઈ તે દેશ માટે પડકાર છે.