પત્રકાર પરિષદને સંબોધન કરતા શ્રી હિંમતસિંહ પટેલ : 05-02-2023

રાજીવ ગાંધી ભવન ખાતે આયોજિત પત્રકાર પરિષદને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ શ્રી હિંમતસિંહ પટેલે જણાવ્યું હતું કે રાજ્યની ભાજપ સરકારની ઘોર બેદરકારી અને લાપરવાહીના કારણે ગુજરાતમાં વારંવાર રાજ્ય સરકારની સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર ફૂટી જવાની ઘટના સામાન્ય બની રહી છે. હાલમાં જ જુનિયર ક્લાર્કની ભરતી માટેની પરીક્ષાનું  પેપર લીક થયેલ છે જેના કારણે  રાજ્યના લાખો બેરોજગાર યુવાનો હાલાકી અને અરાજકતાનો ભોગ બન્યા. રાજ્યની ભાજપ સરકાર યુવાનોના પ્રશ્નો અંગે અત્યંત અસંવેદનશીલ હોવાનો આ એક વધુ બોલતો પૂરાવો છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

MD Press 05022023