પત્રકાર આમંત્રણ
સ્વ. શ્રી રાજીવ ગાંધીની પૂણ્યતિથિએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા “રાજીવ પછીનું ભારત અને તેમની વિરાસત” વાર્તાલાપનું તા. ૨૧-૦૫-૨૦૧૬ ને શનિવાર સવારે ૧૦-૪૫ કલાકે, ભાઈકાકા હોલ, લૉ-ગાર્ડન અમદાવાદ ખાતે આયોજિત કરવામાં આવેલ છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીના અધ્યક્ષસ્થાને “રાજીવ પછીનું ભારત અને તેમની વિરાસત” વિષય પર જાણીતા વરિષ્ઠ પત્રકાર શ્રી કુમાર કેતકર વાર્તાલાપ આપશે. આ પ્રસંગે વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા શ્રી શંકરસિંહ વાઘેલા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આવી ગયું છે અને સામાન્ય પ્રવાહનું પરિણામ આગામી દિવસોમાં જાહેર થશે. કોંગ્રેસ પક્ષ દ્વારા ગુજરાતના વિદ્યાર્થીઓને પુરતું માર્ગદર્શન મળે અને તેમની કારકિર્દી ઉજ્જવળ બને તે માટે સતત અગિયારમાં વર્ષે કોંગ્રેસ પક્ષના પ્રવક્તા ડૉ. મનિષ દોશી સંપાદિત “કારકિર્દીના ઊંબરે” ધોરણ ૧૨ પછી શું? કારકિર્દી માર્ગદર્શન ઈ-પુસ્તકનું વિમોચન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહજી વાઘેલાના હસ્તે તા. ૨૧-૫-૨૦૧૬ ને શનિવારે સવારે ૧૧-૦૦ રાખેલ છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો