પંડિત જવાહરલાલ નહેરૂના જન્મદિન : 14-11-2018
દેશને આઝાદી અપાવવામાં જેનો સિંહ ફાળો છે તેવા આધુનિક ભારતના સ્વપ્ન ર્દષ્ટા, ભારતરત્ન, બાળકો અને યુવાનોના સર્વાંગી વિકાસને હંમેશા પ્રાધાન્ય આપનાર આઝાદ ભારતના પ્રથમ વડાપ્રધાનશ્રી પંડિત જવાહરલાલ નહેરૂના જન્મદિન નિમિત્તે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડા, અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મંત્રી અને ગુજરાત કોંગ્રેસ સંગઠનના સહપ્રભારીશ્રી જીતેન્દ્ર બઘેલજીએ પુષ્પાંજલિ અર્પીને પંડિત જવાહરલાલ નહેરૂના ભારત નિર્માણના યોગદાનને યાદ કર્યું હતું, સાથો સાથ નવી પેઢી ખાસ કરીને યુવાનો “ભારત એક ખોજ” પુસ્તકનું વાંચન કરીને ભારતના આઝાદી જંગ, અમૂલ્ય ભારત વિશેની વાતો, અમૂલ્ય ભારત વિશેના વિવિધ પ્રકારના પંડિત જવાહરલાલ નેહરૂના વિચારો જાણવા માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે, નવા વર્ષમાં નહેરૂજીના વિચારોને અમલમાં મૂકીશું તો જ તેમને સાચી સ્મરણાંજલિ ગણાશે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો