પંડિત જવાહરલાલ નહેરુજીની પુણ્યતિથી પર શ્રદ્ધાસુમન અને પુષ્પાંજલિ આણંદ ખાતે

અખંડ ભારતના રચયિતા અને સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન સ્વ. શ્રી પંડિત જવાહરલાલ નહેરૂ ની ૫૨ મી પૂણ્યતિથિ નિમિત્તે તા. ૨૭-૦૫-૨૦૧૬ ને શુક્રવારના રોજ ગુજરાત કોંગ્રેસ દ્વારા રાજ્યના ૩૩ જિલ્લા અને ૮ મહાનગરોમાં ‘શાંતિકૂચ-પુષ્પાંજલી અને પ્રતિજ્ઞા વાંચન’ કાર્યક્રમ યોજાયો હતો. પંડિત જવાહરલાલ નહેરૂ દેશના આધુનિક ભારતના નિર્માણમાં યોગદાનને યાદ કરીને પુષ્પાંજલી કરી હતી.