ન્યાયતંત્ર દ્વારા શ્રી હાર્દિક પટેલ અને અન્ય આંદોલનકારીઓને જામીન આપવાના આદેશથી લોકતંત્ર-ન્યાયતંત્રમાં વિશ્વાસમાં વધારો

યુવાનોના હક્ક અને અધિકાર માટે લડત ચલાવનાર શ્રી હાર્દિક પટેલને નામદાર વડી અદાલત દ્વારા જામીન મળ્યા બાદ આજ રોજ જેલ મુક્ત થયાં અંગે પ્રતિક્રિયા આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ગુજરાતના નાગરિકો ખાસ કરીને પાટીદાર સમાજના હજારો નવયુવાનોની લાગણી અને માંગણી શાંતિથી વ્યક્ત કરતાં હોય ત્યારે ભાજપ સરકાર દ્વારા નિર્દોષ આંદોલનકારીઓને જાણીબુજીને ઉશ્કેરીને પોલીસ દમન કરવામાં આવે, બહેનો-મહિલાઓ સાથે દુર્વ્યવહાર કરવામાં આવે, નિર્દોષ યુવાનોના મોત થાય, આંદોલનકારીઓ ઉપર ગંભીર પોલીસ કેસ કરવામાં આવે, રાજદ્રોહનો ગુન્હો લગાવવામાં આવે, ત્યારે આ યુવાનોને ન્યાય મળે તે માટે કોંગ્રેસ પક્ષે રાજ્ય સરકાર સમક્ષ પોલીસ કેસ પરત ખેંચવા, અત્યાચાર-અમાનુષી વલણ બંધ કરવા અને ખોટી રીતે જેલમાં બંધ કરેલ નિર્દોષ યુવાનોને તાત્કાલિકપણે જેલમુક્ત કરવા કોંગ્રેસ પક્ષે જે તે સમયે દમન પ્રતિકાર રેલીનું આયોજન કર્યું હતું અને નિર્દોષ આંદોલનકારીઓ, બહેનો સાથેનો દુર્વ્યવહાર સુપ્રિમ કોર્ટની દેખરેખ હેઠળ તપાસની માંગ કરી હતી.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note