નોટબંધી નિર્ણય વિરૂધ્ધ ઉગ્ર દેખાવો-ધરણાં-આવેદનપત્ર
ભાજપ સરકારના ‘નોટબંધી’ ના અરાજક ભર્યા નિર્ણયની વિરૂધ્ધમાં આજે ગુજરાતના ૩૨ જિલ્લા અને ૮ મહાનગરો ખાતે ઉગ્ર દેખાવો-ધરણાં કાર્યક્રમો યોજાયા હતા. આ નિમિત્તે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, “નોટબંધીને ૫૦ દિવસ પૂરા થયાં છે ત્યારે આજે ૫મી જાન્યુઆરીથી ‘નરેન્દ્ર મોદી હટાવો’ ની લડાઈ કોંગ્રેસની શરૂ થઈ છે. નોટબંધી રદ્દ કરવાના કારણમાં આતંકવાદ, ભ્રષ્ટાચાર, કાળાનાણાં દુર કરવાના આપ્યું હતા. પરંતુ આ દેશમાં સૌથી ‘મોટો ચોર’ નરેન્દ્ર મોદી છે. નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતાં ત્યારે સહારા અને બિરલા પાસેથી કરોડો રૂપિયા ‘કટકી’ પેટે લીધા હતા. ચોરી ૧૦૦ રૂપિયાની હોય કે કરોડોની હોય પણ ‘ચોર તો ચોર જ કહેવાય’.