નોટબંધી અને જીએસટીના લીધે અસંગઠિત ક્ષેત્રના લાખો શ્રમિકો પાયમાલ થયા : 17-11-2017
- કેન્દ્રની ભાજપ સરકારની નીતિઓના કારણે અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોની હાલાકીમાં પારાવાર વધારો
- નોટબંધી અને જીએસટીના લીધે અસંગઠિત ક્ષેત્રના લાખો શ્રમિકો પાયમાલ થયા
દેશમાં કુલ કામદાર સંખ્યામાં ૯૩% અસંગઠિત ક્ષેત્રમાં છે અને એક સર્વે મુજબ ૪૦ કરોડથી વધુ અસંગઠિત શ્રમિકો છે. જેમાં ખેત માંજ્દુરોનો પણ સમાવેશ થાય છે. અસંગઠિત શ્રમિકોની સંખ્યામાં સતત વધારો થઈ રહેલ છે. તેમજ તાજેતરમાં ભાજપની કેન્દ્ર સરકારે નોટબંધી જેવા ઘાતક પગલાં અને આ પગલાના અમલ માટેના બિન વ્યવહારુ વલણોના પરિણામે સૌથી વધુ નુકસાન અને તકલીફો અસંગઠિત શ્રમિકોને વેઠવી પડી છે. એક ગણતરી મુજબ કેન્દ્ર સરકારના આ પગલાંના કારણે ગુજરાતમાં સાત લાખથી વધુ અને દેશમાં પસાચ લાખ જેટલા અસંગઠિત કામદારોએ રોજી ગુમાવી છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો