નોટબંધીના નિર્ણય બાદ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી તેમના ભાષણમાં “મધુક્રાંતિ” અને “કેશલેસ ઈકોનોમિ” : 12-12-2016

નોટબંધીના નિર્ણય બાદ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી તેમના ભાષણમાં “મધુક્રાંતિ” અને “કેશલેસ ઈકોનોમિ” સહિતના ભાજપ સરકારના કૃષિ ક્ષેત્રના, જમીન ટોચ મર્યાદામાં સરકારી જમીન પરના દબાણોને કાયદેસરતાના વટહુકમ અંગે પત્રકાર પરિષદને સંબોધન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રીની મધુક્રાંતિની વાતો બાબા રામદેવને ફાયદો કરાવવા માટે હોય તેમ જણાય છે. યોગ કરતાં કરતાં બાબા રામદેવ વિવિધ ચીજ-વસ્તુઓના વેચાણમાં માર્કેટીંગ કરતાં હોય તેમ જણાય છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ ગમેત્યારે જાહેર થઈ શકે તેમ છે. ભાજપ ૨૦-૨૦ વર્ષથી સરકારમાં હોવા છતાં પ્રજાના પાયાના પ્રશ્નો માટે નકારાત્મક વલણ અપનાવી રહી છે. કોંગ્રેસ પક્ષ હંમેશા ગુજરાતના નાગરિકોના પાયાના પ્રશ્નો હકારાત્મક રીતે રજૂઆત અને જરૂર જણાય ત્યાં આંદોલનાત્મક કાર્યક્રમો આપ્યા છે. રાજ્યના લાખો ખેડૂતોને પારાવાર મુશ્કેલી છે. ભાજપની ખેડૂત વિરોધી માનસિક્તા જગજાહેર છે. કોંગ્રેસ પક્ષે ખેડૂતોને એક સર્વે નંબર પર જરૂર હોય તો બે કૃષિ વીજજોડાણ મળે તે માટેની માંગ વારંવાર કરી હતી. ભાજપે ના છુટકે ચૂંટણી નજીક આવતા વાત સ્વીકારવાની ફરજ પડી છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note