નોટબંધીથી દેશને ફાયદો થયો હોય તો દેશનો જી.ડી.પી. કેમ ઘટ્યો : 01-09-2017
- નોટબંધીથી દેશને ફાયદો થયો હોય તો દેશનો જી.ડી.પી. કેમ ઘટ્યો? વિજય રૂપાણીમાં હિંમત હોય તો વડાપ્રધાન પુછે.
- નોટબંધી એ માત્ર કાળાનાણાંમાંથી સફેદ કરવા માટેની યોજના સાબિત થઈ. ડૉ. હિમાંશુ પટેલ
- નોટબંધીથી છીનવાયેલા લોકોનો રોજગાર કોણ આપશે? ડૉ. હિમાંશુ પટેલ
નોટબંધીના કારણે માત્ર ૯ મહિનામાં તળીયે ગયેલા જીડીપી-વિકાસદરે ભાજપ સરકારના કાળાબજારીયાઓ અને ભ્રષ્ટાચારીઓને બચાવવાના સગવડીયા રાજકારણનો પર્દાફાશ કર્યો હોવાનું જણાવતા કોંગ્રેસના પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલે આક્રોશ વ્યક્ત કર્યો છે કે, દેશના સૌથી મોટા કૌભાંડ એવા નોટબંધીથી કૃષિ સહિત તમામ ક્ષેત્રોને આર્થિક નુકસાન થતા રોજગારી છીનવાઈ જવા સાથે ધંધા – રોજગાર મૃતપ્રાયઃ થઈ ગયા છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો