નેશનલ સ્ટુડંટ યુનિયન ઓફ ઇન્ડિયામાં સભ્ય નોંધણી ઝુંબેશ : 11-08-2016
કોંગ્રેસ પક્ષની વિદ્યાર્થી પાંખ એન.એસ.યુ.આઈ અને યુથ કોંગ્રેસ બંને સંગઠનમાં “પોતાનો નેતા પોતે પસંદ કરે” એટલે કે ચુંટણી પ્રક્રિયા દ્વારા તમામ સ્તરે ચૂંટાય તે પ્રકારની પધ્ધતિ દાખલ કરવામાં આવી છે. કોંગ્રેસ પક્ષ ના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષશ્રી રાહુલ ગાંધીએ પક્ષમાં આંતરિક લોકશાહી મજબુત થાય અને રાજનીતિમાં યુવાનો માટે દરવાજા ખુલ્લા કરી દીધા છે. ત્યારે કોંગ્રેસ પક્ષની વિદ્યાર્થી પાંખ નેશનલ સ્ટુડંટ યુનિયન ઓફ ઇન્ડિયામાં સભ્ય નોંધણી ઝુંબેશ તારીખ ૧૧ ઓગષ્ટ ૨૦૧૬ થી ખુલ્લી મુકવામાં આવે છે. સભ્ય નોંધણી ઝુંબેશ માત્ર ઓનલાઈન પ્રક્રિયા રહેશે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો