નિરીક્ષકશ્રીઓની મહત્વની બેઠક

“ગુજરાત કહે છે, કોંગ્રેસ આવે છે” આ સંકલ્પ સાથે ગુજરાત વિધાનસભા-૨૦૧૭ ની ચૂંટણી માટે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા તૈયારીઓ શરુ કરવામાં આવી છે. પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહજી સોલંકી, વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહજી વાઘેલા તેમજ પૂર્વ પ્રદેશ પ્રમુખશ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, એઆઈસીસીના રાષ્ટ્રીય પ્રવક્તા શ્રી શક્તિસિંહજી ગોહીલ તેમજ પૂર્વ કેન્દ્રીય મંત્રીશ્રી તુષારભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં પ્રદેશના આગેવાનો તેમજ રાજ્યમાં વિધાનસભાની ૧૮૨ બેઠકો માટે તાજેતરમાં નિમાયેલા નિરીક્ષકોની મહત્વની બેઠક આજે અમદાવાદ ખાતે મળી હતી.