નિકોલ વિસ્તારનાના પાટીદાર સમાજના 1000 થી વધુ કાર્યકરો કોંગ્રેસ પક્ષમાં જોડાયા : 06-10-2015
આજ રોજ નિકોલ વિસ્તારમાં વર્ષોથી વસવાટ કરતાં પાટીદાર સમાજના 1000 થી વધુ કાર્યકરોએ ભાજપને તિલાંજલી આપી કોંગ્રેસ પક્ષનો ત્રિરંગો ખેસ વિધિવત રીતે ધારણ કર્યો છે.
અમદાવાદ શહેરના પૂર્વ મેયરશ્રી હિંમતસિંહ પટેલની આગેવાનીમાં નિકોલ વિસ્તારના પાટીદાર સમાજના 1000 થી વધુ કાર્યકરોને કોંગ્રેસ પક્ષમાં આવકારતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષ હંમેશા સમાજના તમામ વર્ગનું ધ્યાન રાખે છે. તમામ સમાજના લોકોના કલ્યાણ માટે પ્રતિબધ્ધ છે પાટીદાર સમાજના ભાઈ-બહેનોને ભાજપના શાસનથી મોહભંગ થયો છે. ભાજપની નિતી અને નિયત જનવિરોધી છે. જ્યારે શહેરનો અને રાજ્યના સંતુલિત વિકાસ માટે કોંગ્રેસ પક્ષ જ નેતૃત્વ કરી શકે. પાટીદાર સમાજના ભાઈ-બહેનો પર થયેલા દમન-અત્યાચાર હિસાબ લેવાનો સમય છે અને લોકશાહીમાં ચૂંટણીમાં મતદાન તે યોગ્ય સમય છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો