નામ સ્પોર્ટસ યુનીવર્સીટી પણ રમત – મેદાન વગર ચાલતા અભ્યાસ ક્રમો : 14-08-2017

પાંચ વર્ષ અગાઉ ગુજરાત સરકાર દ્વારા વિવિધ ખાનગી યુનીવર્સીટીઓની સ્થાપના અન્વયે સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનીવર્સીટી ચાલુ કરવામાં આવેલ જેને આજે આટલો સમય થયો હોવા છતાં મેદાન વગર વિવિધ અભ્યાસ ક્રમો ચલાવવામાં આવી રહ્યા છે તે વિદ્યાર્થીઓની કારકિર્દી સાથે છેતરપીંડી સમાન છે. ત્યારે રમત ગમતના મેદાન વગર ચાલતી ઉંચી ફી વસુલતી સ્પોર્ટસ યુનીવર્સીટી સામે પગલા ભરવાની માંગ કરતી ગુજરાત પ્રદેશ એન.એસ.યુ.આઈ.ના મહામંત્રીશ્રી ભાવિક સોલંકીએ જણાવ્યું હતું કે, ગાંધીનગર સેકટર ૧૫ માં ગવર્મેન્ટ કોમર્સ કોલેજના પરીસરમાં ચાલુ કરવામાં આવેલ સ્પોર્ટસ યુનીવર્સીટી નું આજે પણ પોતાનું અલાયદુ બિલ્ડીંગ તેમજ વિદ્યાર્થીઓને તાલીમ આપવા માટે યોગ્ય મેદાન નથી તેમ છતાં યુનીવર્સીટીમાં વ્યાયામ ને લગતા બધાજ કોર્ષ ચલાવવામાં આવી રહ્યા છે. વ્યાયામ શિક્ષક બનવા માટે ચાલતા કોર્ષ B.ped, M.P.E. જેવા અભ્યાસ ક્રમ માટે ફરજીયાત રહેણાંક હોવું જરૂરી છે. તેમ છતાં હોસ્ટેલ અને રમત મેદાન સિવાય જ આ અભ્યાસ ક્રમો ત્યાં ચાલી રહ્યા છે. જે વિદ્યાર્થીઓ સાથે છેતરપીંડી સમાન છે અને મોટી ફી વસુલવામાં આવી રહી છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note