નામ કમીના ષડયંત્ર માટે જવાબદાર સામે ફોજદારી કેસ નોંધો : કોંગ્રેસ

  •  કોંગ્રેસના ડેલિગેશને પોણા ક્લાક સુધી ચૂંટણી કમિશનર સમક્ષ પસ્તાળ પાડી
  •  મતદાર યાદીમાંથી નામો ગાયબ થવાના મુદ્દે કોંગ્રેસ કોર્ટમાં જશે

૬ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં અઢી લાખ મતદારોના નામ રદ્દ થયા હોવાની ફરિયાદ લઈને ગાંધીનગર આવેલા કોંગ્રેસના ડેલિગેશને ચૂંટણીપંચને ભાજપની બી- ટીમ કહીને ગુજરાતમાં લોકશાહીની હત્યા થયાનો આક્ષેપ કર્યો છે. પોણા કલાક સુધી ચૂંટણી કમિશનર સમક્ષ પુરવા સાથે રજૂઆતને અંતે સંતોષકારક જવાબ ન મળતા કોંગ્રેસે નામ ગાયબ કરવા મુદ્દે ચૂંટણીપંચને કોર્ટમાં લઈ જવાને નાગરીકોને મતાધિકાર અપાવવાની જાહેરાત કરી છે.

કોંગ્રેસના ચૂંટણી અને લિગલ ટીમના બાલુભાઈ પટેલ, દિપક બાબરીયા, ડો.જીતુ પટેલ, નિકુંજ બલર સહિતના આગેવાનોએ કમિશનર સમક્ષ ઉગ્ર રજૂઆતો કરી હતી.

વરેશ સિંહાને મળ્યા પછી દીપક બાબરિયાએ આરોપ મુક્યો હતો કે, કમિનશર તરફથી એક ટકા હકારાત્મક અભિગમ જોવા મળ્યો નથી. જે દર્શાવે છે કે ચૂંટણીપંચ ઉપર સીએમઓનો કંટ્રોલ છે અને તે રાજકીય એન્કાઉન્ટર કરે છે.

સમયસર ચૂંટણી યોજવાથી લઈને વોટરસ્લિપ વહેંચવા, નોટા કે મતદાન માટે પ્રચારમાં સદતંર એક તરફથી કામગીરી કરનાર ચૂંટણીપંચ જેમના નામ રદ્દ થયા છે તેમને અધિકાર આપી શકે તેમ નથી. આથી, અમે ન્યાયીક માર્ગે કાર્ટમાં જઈને સૌથી પહેલા આ ષડયંત્રના જવાબદાર ચૂંટણી અધિકારીઓ સામે ફોજદારી કેસ નોંધવા માંગણી કરીશું.

ચૂંટણીપંચ સમક્ષ કોંગ્રેસે ત્રણ મુખ્ય માગણી કરી

http://www.sandesh.com/article.aspx?newsid=3180437