નામદાર સુપ્રીમ કોર્ટના ચુકાદાની વિરૂધ્ધમાં કોંગ્રેસ પક્ષ દ્વારા ભારત બંધના એલાનને સમર્થન : 01-04-2018
- નામદાર સુપ્રીમ કોર્ટના ચુકાદાની વિરૂધ્ધમાં કોંગ્રેસ પક્ષ દ્વારા ભારત બંધના એલાનને સમર્થન અપાતા ગુજરાતમાં બંધને અભૂતપૂર્વ સફળતા.
- કોંગ્રેસ પક્ષનું ઉચ્ચ પ્રતિનિધી મંડળ રાજ્યપાલશ્રીને રૂબરૂ મળી આવેદન અપાશે.
તા.૨૦ માર્ચ,૨૦૧૮ના રોજ નામદાર સુપ્રીમ કોર્ટના ચુકાદા દ્વારા અનુસુચિત જાતી/અનુસુચિત જનજાતી (અત્યાચાર નિવારણ) એક્ટ-૧૯૮૯ અંતર્ગત આરોપીઓની ત્વરિત ધરપકડ કરવાની જોગવાઈને અર્થહીન બનાવવામાં આવી છે, કારણ કે આ ચુકાદા દ્વારા આ કાયદા અંતર્ગત આરોપીઓની ધરપકડ માટેની પૂર્વ શરત તરીકે પૂર્વ મંજુરી ફરજીયાત બનાવી છે. તથા આવા કેસોમાં આગોતરા જામીન આપવાનું પણ ચુકાદામાં જણાવ્યું છે
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો