નામદાર મહામહીમને કોંગ્રેસનું એક ઉચ્ચ પ્રતિનિધિ મંડળ આજે મળ્યું : 19-07-2016

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ રાજ્યપાલશ્રીને આવેદનપત્ર આપ્યા બાદ પત્રકાર મિત્રોને સંબોધતા જણાવ્યું હતું કે, નામદાર મહામહીમને કોંગ્રેસનું એક ઉચ્ચ પ્રતિનિધિ મંડળ આજે મળ્યું હતું. જેમાં વિરોધપક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલા, પૂર્વ વિરોધપક્ષના નેતાશ્રી શક્તિસિંહ ગોહિલ, પૂર્વ પ્રદેશ પ્રમુખશ્રી સિધ્ધાર્થભાઈ પટેલ, પૂર્વ વિરોધપક્ષના નેતાશ્રી નરેશભાઈ રાવલ, પૂર્વ રાજ્ય કક્ષાના કેન્દ્રીય મંત્રીશ્રી ડૉ. તુષાર ચૌધરી, પૂર્વ સંસદસભ્ય શ્રી સાગરભાઈ રાયકા, શ્રી રાજુભાઈ પરમાર, કોંગ્રેસ પક્ષના ઉપનેતાશ્રી મોહનસિંહ રાઠવા, કોંગ્રેસ પક્ષના દંડકશ્રી બલવંતસિંહ રાજપૂત, ધારાસભ્ય સર્વ શ્રી શૈલેષભાઈ પરમાર, શ્રી મણીભાઈ વાઘેલા, શ્રી રમેશભાઈ ચાવડા, ડૉ. તેજશ્રીબેન પટેલ, શ્રી ગ્યાસુદ્દીન શેખ, શ્રી પુંજાભાઈ વંશ તેમજ શ્રી નોષાદ સોલંકી, શ્રી ભરતભાઈ મકવાણા, ડૉ. કરશનદાસ સોનેરી, નિશિતભાઈ વ્યાસ વગેરે મળ્યા હતા.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note

Avedanpatra – 2016