નાફેડના અધ્યક્ષશ્રી વાઘજીભાઈ બોડાના કોંગ્રેસ સાથેના સંબંધ અંગે : 09-08-2018
નાફેડના અધ્યક્ષશ્રી વાઘજીભાઈ બોડા રાષ્ટ્રીય કક્ષાએ પણ ભાજપના પદાધિકારી સાથે કામ કરી રહ્યા છે. રાજ્યના પુરવઠામંત્રી અને રાજકોટ ડીસ્ટ્રીકટ બેન્કના અધ્યક્ષશ્રી જયેશ રાદડિયા સાથે મેનેજીંગ ડીરેક્ટર તરીકે શ્રી વાઘજીભાઈ બોડાએ વર્ષો સુધી કામ કર્યું. શ્રી વાઘજીભાઈના પુત્ર રાજકોટ ડીસ્ટ્રીકટ બેન્કના ડીરેક્ટર તરીકે કાર્ય કરી રહ્યા છે. મોરબી માર્કેટીંગ યાર્ડમાં ભાજપના પદાધિકારીઓ સાથે નિકટના નાતા તરીકે-સહયોગી તરીકે તેમના પુત્ર કામ કરી રહ્યા છે. ત્યારે રૂ.૪૦૦૦ કરોડના મગફળી કૌભાંડનો એક પછી એક ચહેરો જે ભાજપના કાર્યાલય કમલમ કે ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ સુધી પહોંચે ત્યારે ભાજપના અધ્યક્ષ લાજવાને બદલે ગાજી રહ્યા છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો