નાના કર્મચારીઓને ત્રણ ત્રણ મહિના સુધી પગાર ચુકવણીમાં વિલંબ : 12-01-2016

રાજ્યના વિવિધ વિભાગોમાં કામ કરતાં હજારો નાનાં કર્મચારીઓને ત્રણ ત્રણ મહિના સુધી પગારની ચૂકવણીમાં વિલંબ થાય છે પરિણામે નાનાં પગાર ધરાવતા કર્મચારીઓના પરિવાર વારંવાર મુશ્કેલીમાં મુકાઈ રહ્યો છે. તેના માટે ભાજપ સરકારના ઉત્સવો પાછળના કરોડો રૂપિયાના બેફામ ખર્ચા, દેવાળીયો વહીવટ, નાણાંકીય ગેરરીતી – ભ્રષ્ટાચાર હોવાનો આક્ષેપ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં છેલ્લાં ૧૪ વર્ષના ભાજપ શાસનમાં પ્રવેશોત્સવ, ગુણોત્સવ, નવરાત્રિ ઉત્સવ, પતંગોત્સવ, કૃષિ મહોત્સવ, રણોત્સવ, પોળા ઉત્સવ સહિતના મેળવડાઓ પાછળ ૧૪૦૦ કરોડ રૂપિયાથી પણ વધુ રકમ સરકારી તિજોરીમાંથી વેડફી છે ત્યારે તેના કરતાં બમણાં નાણાં એટલે કે, ૨૮૦૦ કરોડ રૂપિયા જાહેરાતો અને વ્યક્તિગત બ્રાન્ડીંગ, ફોટોગ્રાફી-વિડીયોગ્રાફીમાં વેડફાયા છે. રાજ્યમાં વિવિધ વિભાગો જેમ કે મધ્યાંહન ભોજન યોજના, શ્રમ અને રોજગાર વિભાગ, કૌશલ્યવર્ધન કેન્દ્રો, આંગણવાડી, રોજગાર કચેરી, આશાવર્કર, લીન્ક વર્કરો, હોમગાર્ડ જવાનો સહિતના કર્મચારીઓને નિયમ મુજબ મળતુ સામાન્ય વેતન પણ ત્રણ ત્રણ મહિના સુધી ચુકવાતું નથી.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note