”નાણાંની જોગવાઈ અને શબ્દોની સજાવટથી લોકોનું કલ્યાણ ન થાય નાણામંત્રી”

ગુજરાત કોંગ્રેસના સ્પોકપર્સન શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, બજેટમાં જે વાત કહેવાઈ છે તેમાં વાસ્તવિકતા જુદી જ છે. બજેટમાં લાંબુ લચક ભાષણ કર્યું, પણ કોઈપણ કામ બજેટમાં જાહેર થાય તેમા નાણાંની જોગવાઈ હોવી જોઈએ. નાણાની જોગવાઈ નહિ, અને શબ્દોની સજાવટથી લોકોનું કલ્યાણ ન થાય. બજેટમાં સૌથી વધુ રકમ નર્મદા પ્રોજેક્ટ માટે આપવાની જરૂર હતી. નદીનું પાણી દરિયામાં જાય, અને લોકો પાણી વગર તરસ્યા રહે, ખેડૂત પાણીની રાહમાં રહે તે બજેટ યોગ્ય ન કહેવાય.

જ્યારે, ભરતસિંહ સોલંકીએ બજેટ વિશે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, સરકારની તિજોરીમાં આટલી મોટી આવક થતી હોવા છતાં ગુજરાતના 8000 ગામડાઓમા પીવાના પાણીની મુશકેલી છે. ગામડાઓની સાથે સાથે અમદાવાદના 22 જેવા વિસ્તારોમાં પણ પીવાનું શુદ્ધ પાણી નથી.

http://www.sandesh.com/article.aspx?newsid=3233863